Ingredients - સામગ્રી
100 ગ્રામ ચોખા
250 ગ્રામ રવો
250 ગ્રામ મેંદો
1 ટીસ્પૂન જીરુંનો ભૂકો
1 ટીસ્પૂન મરીનો ભૂકો
મીઠું, ઘી, દૂધ - પ્રમાણસર
Method - રીત
ચોખાને ત્રણ દિવસ પાણીમાં પલાળી રાખવા. રોજ પાણી બદલવું. ઉનાળામાં બે વખત પાણી બદલવું. ચોથે દિવસે ચોખા સૂકવી તેનો ઝીણો લોટ દળાવવો, પછી મેંદાની ચાળણીથી ચાળી લેવો. 100 ગ્રામ ઘટ્ટ ઘી લઈ તેને ફીણવું. મુલાયમ થાય એટલે તેમાં ચોખાનો લોટ ફીણી સાટો બનાવવો.રવો અને મેંદાનો લોટ ભેગો કરી, તેમાં મીઠું, જીરું, મરીનો ભૂકો અને ઘીનું મોણ ાંખી દૂધથી કઠણ કણક બાંધવી. એક કલાક ઢાંકીને રહેવા દેવી. પછી ખાંડી, સુંવાળી બનાવવી. તેના સરખા લૂઅા કરી, પતળી પૂરી વણવી, પૂરી ઉપર સાટો લગાડી, બીજી પૂરી મૂકવી. તેના ઉપર ત્રીજી પૂરી મૂકી સાટો લગાડવો. અામ પાંચ પૂરી મૂકવી. ઉપરની પૂરી ઉપર સાટો લગાડવો નહીં. પછી તેનો કઠણ વીંટો વાળી, કટકા કાપવા. કાપેલી બાજુ ઉપર રાખી, દાબીને જાડી, નાની પૂરી વણવી. તેને ઘીમાં તળી લેવી
No comments:
Post a Comment