Ingredients - સામગ્રી
1 વાડકી ચણાનો લોટ
1/2 વાડકી કણકી કોરમાનો કરકરો લોટ
1/2 વાડકી કસૂરી મેથી (સૂકવેલી મેથીના પાન)
1/2 વાડકી દહીં
100 ગ્રામ બટાકા
2 લીલાં મરચાં, 4 કળી લસણ
1/2 ઝૂડી લીલા ધાણા
1 ટીસ્પૂન તલ
1 ટીસ્પૂન ગરમ મસાલો
1 ટીસ્પૂન ખાંડ
મીઠું, મરચું, હળદર, તેલ
Method - રીત
બટાકાને બાફી, છોલી, તેનો માવો બનાવવો. તેમાં ચણાનો લોટ, કણકી કોરમાનો લોટ (ઢોકળાનો લોટ) કસૂરી મેથી, દહીં, મીઠું, મરચું, હળદર, ખાંડ, ગરમ મસાલો, તલ, લીલાં મરચાંના બારીક કટકા, વાટેલું લસણ, લીલા ધાણા અને તેલનું મોણ નાંખી, ખીરું બાંધવું. તેલને ગરમ કરી, એક ચમચો ખીરામાં નાંખી, હલાવી તેલમાં ગોટા તળી લેવા. લીલી ચટણી સાથે સર્વ કરવા.
No comments:
Post a Comment