Thursday, November 17, 2011

Paneer Kofta Carry - પનીર કોફ્તા કરી

Ingredients - સામગ્રી
કોફતા માટે –
250 ગ્રામ પનીર
100 ગ્રામ લીલા વટાણા
100 ગ્રામ બટાકા
25 ગ્રામ કોર્નફ્લોર
3 લીલાં મરચાં, કટકો અાદું
1 નાની ઝૂડી લીલા ધાણા
1 ટીસ્પૂન ગરમ મસાલો
1/2 ટીસ્પૂન ખાંડ, 1 લીંબુ
મીઠું, તેલ અથવા ઘી – પ્રમાણસર
ગ્રેવી માટે –
1 નાળિયેરનું દૂધ
2 ટેબલસ્પૂન ઘી
1 ટીસ્પૂન કોર્નફ્લોર
1/2 કપ દૂધ, 1 લીંબુ, મીઠું
સજાવટ માટે –
4 ટેબલસ્પૂન તાજી મલાઈ
કોપરાનું ખમણ, લીલા ધાણા
વાટવાનો મસાલો – 25 ગ્રામ નાળિયેરનું ખમણ, 7 કાશ્મીરી લાલ મરચાં, 5 કળી લસણ, 2 કટકા આદું, 10 કાજુ, 1 ટેબલસ્પૂન ખસખસ, બધું વાટી પેસ્ટ બનાવવી.
સૂકો મસાલો – 5 લવિંગ, 2 કટકા તજ, 2 મરી, 1 ટેબલસ્પૂન ધાણા, 1 ટીસ્પૂન જીરું બધું ખાંડી મસાલો બનાવવા.

Method - રીત
બટાકાને બાફી, છોલી, માવો કરવો. વટાણાને વરાળથી બાફી, મસળી લેવા. પનીરને છીણી લેવું. બધું ભેગું કરી, તેમાં મીઠું, ખાંડ, ગરમ મસાલો, વાટેલાં આદું-મરચાં, લીલા ધાણા, લીંબુનો રસ અને કોર્નફ્લોર નાંખી, કણક તૈયાર કરી, તેમાંથી નાના ગોળા વાળી, દાબી, કોફ્તા તૈયાર કરી, ઘી અથવા તેલમાં તળી લેવા. નાળિયેરના ખમણમાં 1 કપ ગરમ પાણી નાંખી, થોડી વાર રહેવા દેવું. પછી લિક્વિડાઈઝરમાં વાટી, ગાળી નાળિયેરનું દૂધ તૈયાર કરવું. નાળિયેરનું તૈયાર દૂધ પણ મળે છે તો તેનો ઉપયોગ કરી શકાય.એક વાસણમાં ઘી મૂકી, વાટેલો મસાલો અને સૂકો સાંતળવો. પછી તેમાં મીઠું, નાળિયેરનું દૂધ અને કોર્નફ્લોરને દૂધમાં મેળવી નાંખવો. તાપ ધીમો રાખવો. ગ્રેવી ઘટ્ટ થાય એટલે કોફ્તા નાંખી ઉતારી લેવું. લીંબુનો રસ, લીલા ધાણા અને કોપરાનું ખમણ નાંખવું. પીરસતી વખતે ઉપર મલાઈ નાંખવી

No comments:

Post a Comment