Thursday, November 17, 2011

Aalu Chat - આલુ ચાટ

Ingredients - સામગ્રી
500 ગ્રામ લંબગોળ બટાકા
200 ગ્રામ ફણગાવલા મગ (વરોડાં)
1 ડુંગળી, 1 લીંબુ
3 લીલાં મરચાં, કટકો આદું
2 ટેબલસ્પૂન કોપરાનું ખમણ
1 ટીસ્પૂન ચાટ મસાલો
મીઠું, ખાંડ, તેલ, હિંગ
સજાવટ માટે –
લાલ, લીલી, પીળી બુંદી
ચણાની ઝીણી સેવ.
ચટણી – 25 ગ્રામ સીંગદાણા, 8 કળી લસણ, 1 ટીસ્પૂન લાલ મરચું, મીઠું અને ગોળ નાંખી, વાટી ચટણી બનાવવી.
દહીં – 250 ગ્રામ દહીંમાંથી પાણી કાઢી મસ્કો બનાવવો. તેમાં મીઠું, ખાંડ અને જીરુંનો ભૂકો નાંખવો.
100 ગ્રામ ચણાના લોટમાં મીઠું અને તેલનું મોણ નાખી, પાલકને વાટી તેના પલ્પથી ખીરું બાંધી, ઝારાથી તેલમાં બુંદી પાડી તળી લેવી. આવી રીતે લીલી બુંદી થશે. તે જ પ્રમાણે ટામેટના રસથી લાલ અને હળદર નાખી પીળી બુંદી બનાવવી. 300 ગ્રામ ચણાના લોટના ત્રણ ભાગ કરી, બુંદી બનાવવી.

Method - રીત
બટાકાને પાણીમાં મીઠું નાખી માત્ર છાલ ઉખડે એટલાં જ એટલે કડક બાફવા. પછી છોલી તેના ઉપરની જાડી ચકતી કાપી લેવી.વચ્ચેથી બટાકાનો માવો કોરીને કાઢી લેવો. એટલે બટાકાના કપ તૈયાર થશે પછી તેને તેલમાં બદામી તળી લેવાં.ફણગાવેલા મગને વરાળથી કડક બાફી લેવા. એખ વાસણમાં તેલ મૂકી ગરમ થાય એટલે હિંગ નાંખી, ડુંગળીનું કચુંબર નાખવું. પછી મગ, મીઠું, વાટેલાં આદુ-મરચાં, ખાંડ નાખી, બરાબર મિક્સ થાય એટલે ઉતારી, તેમાં કોપરાનું ખમણ, ચાટ મસાલો અને લીંબુનો રસ નાખવો. બટાકાના કપમાં મગનું પૂરણ ભરી, ઉપર લાલ ચટણી રેડવી. તેના ઉપર દહીંનો મસ્કો મૂકવો. ઉપર સજાવટ માટે લાલ-લીલી-પીણી બુંદી મૂકવી. એક ડિશમાં બે અાલુ કપ મુકી તેની આજુબાજુ મગનો મસાલો પાથરવો. તેના ઉપર ચણાની સેવ ભભરાવવી. તેના ઉપર લાલ ચટણી રેડવી. છેલ્લે લાલ-લીલી-પીળી બુંદીથી સજાવટ કરી ડિશ સર્વ કરવી.

No comments:

Post a Comment