Ingredients - સામગ્રી
4 ડુગળી મોટી
4 ટેબલસ્પૂન દક્ષિણી ગરમ મસાલો
1 જીડવું લસણ
250 ગારમા સુકૂં કોપરું
6 લીલાં મરચાં
25 ગ્રામ ખસખસ
1 ઝૂડી લીલા ધાણા
400 ગ્રામ ચણાનો લોટ
100 ગ્રામ ઘઉંનો લોટ
મીઠું, હળદર, તેલ - પ્રમાણસર
Method - રીત
વાટવાનો મસાલો – ડુંગળીને ગેસ ઉફર જાળી મૂકી શેકવી. અંદરથી બફાય એટલે તેના ઉંપરના ંકાળા છોડાં કાઢી નાંખી, તેના કટકા કરવા. તેમાં ત્રણ ચમચા દક્ષિણી ગરમ મસાલો (ખાસ દક્ષિણી ગરમ મસાલો જ વાપરવો. રીત – માટે જુઓ મસાલા વિભાગ) અડધા જીડવાની લસણની કળી, મીઠું અને થોડોક ગોળ નાંખી વાટી મસાલો તૈયાર કરવો.બાખર – કોપરાને છીણી થોડું તેલ મૂકી, શેકી લેવું. ઠંડું પડે એટલે હાથથી મસળી ઝીણું બનાવવું. લીલાં મરચાના બારીકકટકા કરી થોડા તેલમાં સાથારણ સાંતળવા. લસણને ફોલી, તેની લાંબી કાતરી કરી થોડાક જ તેલમાં જરાક શેકી લેવી.કડક કરવી નહિં. તલ અને ખસખસને શેકવા. લીલા ધાણાને ઝીણા સમારી, ધોઈ, કોરા કરવા. પછી બધું ભેગું કરી, તેમાં મીઠું અને ગરમ મસાલો નાંખી, બાખર તૈયાર કરવું.ચણઆનો અને ઘઉંનો લોટ ભેગો કરી મીઠું, થોડીક જ હળદર અને તેલનું મોણ નાંખી કઠણ લોટ બાંધો. પછી તેને કેળવી તેમાંથી લૂઆ પાડી, પાતળો મોટો રોટલો વણી, તેના ઉપર વાટેલો મસાલો ચોપડવો. તેના ઉફર બાખર પાથરી, તેનો કઠણ વીટો વાળવો. તેને ઉપરથી દાબી તેના કટકા કાપવા. કટકાને હાથમાં લઈ બરાબર દબાવી, પેણીમાં તેલ મૂકી બાખરવટી તળી લેવી.નોંધ – બાખરવડીના કટકાને ઓવનમાં બદામી રંગના બેક કરી, પછી તેમાં તળવાથી મસાલો છૂટો પડી તેલ બગડતું નથી. તેમજ તેલ ઓછું વપરાય છે એટલે ઓવનની સગવડ હોય તો તેમણે બાખરવડી ઓવનમાં બેક કરી પછીથી તળવી.
No comments:
Post a Comment